વર્ષ 2021-22નું નાણાંકીય વર્ષ તા.31/03/2022નાં રોજ પુરૂ થતુ હોય તેમજ નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ હોય 2021-2022નાં વર્ષની ગ્રાન્ટની પુરી ચુકવણી થાય તે હેતુથી નાણાંકીય વર્ષમાં જ બિલો પાસ થઇને ચુકવણાની કામગીરી નિશ્ચિત સમયમાં પાર પાડી શકાય તે હેતુથી જિલ્લા તિજોરી કચેરી, તાલુકાની પેટા તિજોરી કચેરીઓ તથા સંબંધિત સરકારી નાણાંકીય કામ સંભાળતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાઓએ તા.31 માર્ચ 2022નાં રોજ રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લી રાખી ચુકવણું સંપૂર્ણ ન થાય ત્યાં સુધી નાણાંકીય વ્યવહારો ચાલુ રાખવા જિલ્લા કલેકટરના આદેશમાં જણાવાયું છે.