Monday, December 23, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્રના આ 5 જીલ્લાઓમાં વાવાઝોડાની સૌથી વધુ અસર થશે

સૌરાષ્ટ્રના આ 5 જીલ્લાઓમાં વાવાઝોડાની સૌથી વધુ અસર થશે

- Advertisement -

તાઉ-તે વાવાઝોડું રાજ્યના દરિયાકિનારે ટકરાવાની હવે ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડું હવે અતિ તીવ્ર કેટેગરીમાં ફેરવાયું છે અને હવામાન વિભાગે પણ તેને ‘ગ્રેટ ડેન્ઝર એલર્ટ’ ગણાવ્યું છે. વાવાઝોડું દીવથી માત્ર 78 કિલોમીટર જ દૂર છે. તાઉ-તે વાવાઝોડું ઉત્તર દિશામાં 17કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની સૌથી વધુ અસર પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં થશે

- Advertisement -

તાઉ-તે વાવાઝોડુ આજે રાત્રે આઠથી 11 વાગ્યાના અરસામાં દીવથી 20 કિલોમીટર પૂર્વમાં ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડું 155થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના અને સાબરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155થી 185 કિલોમીટર કલાક રહેવાની શકયતા છે. સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ‘ગ્રેટ ડેનઝર સિગ્નલ’ લગાવી દેવાયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન દરિયાઇકાંઠાના તમામ જિલ્લામાં વરસાદની પ્રબળ શક્યતા છે.

વાવાઝોડાની સૌથી વધુ અસર પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં થશે. ત્યારે અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. અમરેલીના જાફરાબાદમાં વાવાઝોડાએ તોફાની રૂપ ધારણ કર્યું છે. તો ભાવનગરમાં પણ વરસાદ વસરી રહ્યો છે.વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં લઇને સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ જીલ્લાના 1.5 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ દરિયા માંથી 19811 બોટને પરત બોલાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular