સરકાર દ્વારા પહેલી એપ્રિલથી કેટલાક મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા, જેની ઘોષણા નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ દ્વારા બજેટમાં કરવામાં આવી હતી અને આ બધા વચ્ચે હવે એક બીજી મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. આ માહિતી છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને સંબંધિત સરકાર દ્વારા જીએસટી નેટવર્ક ટ્રાન્ઝેક્શનના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ નવા નિયમ પહેલી મે, 2023 થી લાગૂ કરવામાં આવશે અને આ નિયમોનું પાલન કરવું આવશ્યક હશે.નવા નિયમ અનુસાર પહેલી મેથી કોઈ પણ ટ્રાન્ઝેક્શનની સ્લીપ ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર 7 દિવસોની અંદર અપલોડ કરવાની ફરજિયાત હશે. જીએસટી કમ્લાયન્સના સમય પાલન માટે નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. 100 કરોડથી વધારે ટર્ન ઓવરવાળા બધા જ કારોબારીઓ માટે પહેલી મેથી આ નવા નિયમ પાલન કરવાનું બંધનકારક હશે.
નવા નિયમ હેઠળ 100 કરોડથી વધારે ટર્નઓવરવાળા કારોબાર 7 દિવસથી વધારે જૂના ઇન વોઇસ અપલોડ નહીં કરી શકે, આનો સીધેસીધો અર્થ એ થાય છે કે 7 દિવસથી વધારે જૂના ટ્રાન્ઝેક્શનની સ્લીપ GSTN પર અપલોડ નહિ કરી શકાય અને તેના પર રિટર્ન પણ ક્લેમ નહીં કરી શકાય. જોકે, આ નિયમ માત્ર ઇન્વોઇસ માટેનો છે. ડેબિટ અને ક્રેડિટ નોટ્સને 7 દિવસ પછી પણ અપલોડ કરી શકાશે.