Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરઉત્તરાયણના પર્વને લઇ શહેરીજનોમાં અનેરો થનગનાટ

ઉત્તરાયણના પર્વને લઇ શહેરીજનોમાં અનેરો થનગનાટ

- Advertisement -

જામનગર શહેર સહિત હાલાર પંથકમાં પતંગરસીકોમાં ઉત્તરાયણના પર્વને લઇ અનેરો થનગનાટ છવાયો છે. આવતીકાલે ઉત્તરાયણના પર્વને લઇ શહેરમાં પતંગ, દોર સહિતની ચીજવસ્તુઓ ઉપરાંત જીંજરા, ચીકી, શેરડી સહિતની ચીજવસ્તુઓની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. તેમજ ઠેર- ઠેર ઉંધીયા સહિતની ચીજવસ્તુઓની પણ તૈયારીઓ થવા લાગી છે.

- Advertisement -

પતંગનું પર્વ મકરસંક્રાંતિની આવતીકાલે ઉજવણી થનાર છે. ત્યારે જામનગર શહેરના પતંગપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ છવાયો છે. ઉત્તરાયણ પર્વ પર પતંગરસિકો પતંગ ચગાવવા ઉત્સાહિત બન્યા છે. તો બીજી તરફ ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થનાર પશુપક્ષીઓની સારવાર માટે પણ હેલ્પલાઈન જાહેર કરવામાં આવી છે. આવતીકાલે જામનગર શહેરમાં અગાસીઓ પર કાયપો છે નો નાદ ગુંજી ઉઠશે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તરાયણના પર્વ પર અનુકુળ પવન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. જેને લઇ પતંગ રસિયાઓમાં આનંદ બેવડાયો છે. આવતીકાલે શહેરીજનો દ્વારા અગાસી પર ટેપ વગાડી તેની સાથે આનંદ ઉલ્લાસ સાથે પતંગ ઉડાડવા માટે આયોજનો કરવામાં આવ્યા છે. આ સાથે પતંગ ઉપરાંત જીંજરા, ચીકી, શેરડી, બોર, ઉંધિયું સહિતની ખાણીપીણીનો આનંદ ઉઠાવવા પણ તૈયારી થઈ ચૂકી છે.

જામનગર શહેરમાં ઉત્તરાયણના પર્વને લઇ ઠેર ઠેર પતંગ અને દોર સહિતની ચીજવસ્તુઓનું વેંચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત શેરડી, બોર, જીંજરા, ચીકી, સહિતની વસ્તુઓનું પણ વેંચાણ થઈ રહ્યું છે. જેની ખરીદીમાં લોકો વ્યસ્ત થયા છે. આ ઉપરાંત ઉત્તરાયણના પર્વ પર ઉંધિયુંનું પણ વેંચાણ થનાર હોય તેની પણ તૈયારીઓ થઈ ચૂકી છે. શહેરીજનો ઘરે ઉંધિયું બનાવશે તો બીજી તરફ બજારમાં પણ હવે અનેક સ્થળોએ ઉંધિયું પણ મળતું હોય તેની પણ શહેરીજનો ખરીદી કરશે. જામનગર શહેરમાં અનેક દુકાનોમાં ઉંધિયું વેંચાણ થશે. ત્યારે શહેરીજનો આવતીકાલે ઉત્તરાયણ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા થનગની રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular