જામનગર શહેરનાં રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા માટેલચોક ક્રિષ્ના પાર્ક શેરી નં. 2/3 વચ્ચે રહેતાં મહિલા શહેરના બર્ધનચોક વિસ્તારમાં આવેલા સિંધી માર્કેટમાં ખરીદી કરવા ગયા તે દરમિયાન તેણીએ પહેરેલું સોનાનું મંગલસુત્ર અને કાનની બુટી મળી કુલ રૂા.2.32 લાખની કિંમતના દાગીના અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરનાં રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા માટેલચોકમાં ક્રિષ્નાપાર્ક શેરી નં.2/3 વચ્ચે રહેતાં રક્ષાબા વિજયસિંહ ઝાલા નામના મહિલા ગત તા.7 ના બુધવારે સાંજના સમયે બર્ધનચોક વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટમાં નંદલાલ ઓઢરમલ મનસુખાણીની સાડીની દુકાન પાસેથી પસાર થતા હતાં ત્યારે અજાણ્યા તસ્કરોએ મહિલાએ ગળામાં પહેરેલું રૂા.1.97 લાખની કિંમતનું સોનાનું મંગલસૂત્ર અને 35 હજારની કિંમતની સોનાની બુટીની જોડી મળી કુલ રૂા.2,32,000 ની કિંમતની સોનાના દાગીના ચોરી કરી ગણતરીની મિનિટોમાં જ પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ આ ચોરીની ઘટના અંગે મહિલાએ રવિવારે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.