Sunday, September 22, 2024
Homeરાજ્યહાલારઝાખરમાં બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી

ઝાખરમાં બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી

- Advertisement -

લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતાં યુવાનના બંધ મકાનના દરવાજાના તાળા તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.1,08,800 ની દાગીનાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ઝાખર ગામમાં ગૌશાળા વિસ્તારમાં રહેતાં અને નોકરી કરતા પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા (ઉ.વ.34) નામના યુવાનના ગત તા.23 ના બપોરે 2 વાગ્યાથી તા.24 ના રાત્રિના 8:30 વાગ્યા સુધી બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ દરવાજાના તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી લોખંડના કબાટની તિજોરીમાંથી રૂા.22,000 ની કિંમતનો 20 ગ્રામનો સોનાનો ચેઈન, રૂા.22,000 ની કિંમતની સોનાની હાંસડી, રૂા.22,000 ની કિંમતની 20 ગ્રામની સોનાની બે જોડી બુટી, રૂા.11,000 ની કિંમતની પાંચ ગ્રામની સોનાની કાનની સટ, રૂા.2000 ની કિંમતની ત્રણ જોડ પાટલા, રૂા.11,000 ની કિંમતનો પાંચ ગ્રામનો સોનાનો ટીકો, રૂા.1000 ની કિંમતની સોનાની નથ, રૂા.13,200 ની કિંમતની છ ગ્રામની સોનાની બે વીંટી, તથા નાના છોકરાની એક વીંટી, એક ઓમકાર અને ચાંદીના સાંકળા, ચાંદીની પોચી સહિત રૂા.1,08,800 ની કિંમતના દાગીના ચોરી કરી ગયા હતાં.

ત્યારબાદ બનાવ અંગેની યુવાન દ્વારા જાણ કરાતા પીએસઆઇ બી.બી.કોડીયાતર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ એફએસએલ અને ગુનાશોધક શ્ર્વાનની મદદથી અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular