કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામ પાસે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાંથી સામાનની અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુરથી આશરે 22 કિલોમીટર દૂર નંદાણા ગામ પાસેથી થોડા સમય પૂર્વે પીજીવીસીએલના સ્પેરપાર્ટસને વેરવિખેર કરી અને ટીસીની અંદર રાખવામાં આવેલી રૂપિયા 16,000 ની કિંમતની 55 એમ.એમ.ની બે નંગ કોયલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયાનું ખુલવા પામ્યું છે. આ અંગે કર્મચારી કૃણાલભાઈ કિરણભાઈ ચૌધરીની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે અજાણ્યા તસ્કરો સામે આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.