Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારદ્વારકા નજીક પીજીવીસીએલના કંડકટર વાયરની ચોરી

દ્વારકા નજીક પીજીવીસીએલના કંડકટર વાયરની ચોરી

દ્વારકા તાલુકાના બરડીયા અને ગોરીંજા ગામ વચ્ચે લગાડેલા વીજ કનેકશનમાંથી અજાણ્યા તસ્કરે બે કિલોમીટરની લંબાઇના કંડકટર વાયર ચોરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકાથી આશરે 8 કિલોમીટર દૂર બરડીયા ગામથી આગળના માર્ગે ગોરિંજા ગામ વચ્ચે ચાલતા વીજ કનેક્શનના કામમાં બરડીયા ગામથી આગળના હાઇવે માર્ગ પર 31 ગાળા વચ્ચે 55 એમ.એમ.ના એલ્યુમિનિયમ કંડકટર વાયર રાખવામાં આવ્યા હતા. ગત તા. 18 મેથી 19 મે સુધીના સમયગાળા દરમિયાન આશરે બે કિલોમીટર જેટલી લંબાઈના આ કંડકટર વાયરની ચોરી થઈ હોવાનું ખુલવા પામ્યું હતું. કોઈ હરામખોર તત્વોએ ધારદાર વસ્તુથી રૂા.64,623 ની કિંમતના એલ્યુમિનિયમ વાયરની ચોરી કઈ કરીને લઈ ગયા અંગેની ધોરણસર ફરિયાદ દિપેશભાઈ મહેશભાઈ અરીલા (ઉ.વ. 37, રહે. દ્વારકા) એ સ્થાનિક પોલીસમાં નોંધાવી છે. જે સંદર્ભે પોલીસે ધી ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular