લાલપુર તાલુકાના મુરીલા ગામમાં મેઈન રોડ પર આવેલી ખાતર બીયારણની દુકાનમાંથી બે અજાણ્યા શખ્સોએ દુકાનના કાઉન્ટરમાંથી રૂા.50000 ની રોકડ રકમ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતાં રાયશીભાઈ કરશનભાઈ સોચા નામનો યુવાનની એગ્રી બિઝનેશન સેન્ટર નામની જંતુનાશક દવાની તથા ખાતર-બીયારણની દુકાનમાં ગત તા. 05 ના રોજ બપોરના સમયે 20 થી 25 વર્ષના બે અજાણ્યા શખ્સોએ આવીને વેપારી સાથે વાતચીત દરમિયાન દુકાનના કાઉન્ટરમાં રાખેલી રૂા.50000 ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગેની જાણ કરાતા પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.