Saturday, October 19, 2024
Homeરાજ્યલાલપુરમાં રહેણાંક મકાનમાંથી રોકડ રકમની ચોરી

લાલપુરમાં રહેણાંક મકાનમાંથી રોકડ રકમની ચોરી

પરિવાર ધ્રોલ લગ્નપ્રસંગની ઉજવણીમાં હતો, પાછળથી તસ્કરો કળા કરી ગયા : એક લાખની રોકડની ચોરી : પોલીસ દ્વારા એફએસએલ અને ગુનાશોધક શ્વાનની મદદથી પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

લાલપુર ગામમાં દેવીપુજક વાસ નજીકના વિસ્તારમાં રહેતાં યુવાન તેના પરિવારમાં લગ્ન પ્રસંગે ધ્રોલ ગયા હતાં તે દરમિયાન પાછળથી તસ્કરોએ મકાનના તાળા તોડી લાકડાના કબાટમાંથી ટ્રાન્સપોર્ટના હિસાબના અને બચતના મળી કુલ એક લાખની રોકડ રકમ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે એફએસએલ અને ગુનાશોધક શ્વાનની મદદ વડે તપાસ આરંભી હતી.

ચોરીના બનાવની વિગત મુજબ, લાલપુર ગામમાં ચાર થાંભલા પાસેના દેવીપૂજક વાસ વિસ્તાર નજીક રહેતાં અને મજૂરીકામ કરતાં સિકંદર મહેબુબ હડફા નામનો યુવાન તેના પરિવાર સાથે ધ્રોલમાં તેના ફઈબાના દિકરાના લગ્નપ્રસંગે ગયા હતાં. તે દરમિયાન તા.27 ના રવિવારે સવારના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને મકાનના તાળા તોડી રૂમમાં રહેલો લાકડાના કબાટમાંથી ક્રીમ અને પીળા કલરના થેલામાં રાખેલી ટ્રાન્સપોર્ટની પહોંચ તથા ટ્રાન્સપોર્ટના હિસાબ પેટેના રૂા.40700 ની કિંમતની રોકડ રકમ અને કાળા તથા કબુતરી કલરના પર્સમાં રાખેલી બચતના રૂા.60 હજારની રોકડ મળી કુલ રૂા.100700 ની રોકડ રકમ ચોરી કરી નાશી ગયા હતાં.

લગ્ન-પ્રસંગમાંથી પરત ફરેલા પરિવારને ઘરમાં ચોરી થયાનું જણાતા આ અંગે પોલીસમાં જાણ કરતા પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular