Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મકાનમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી

જામનગરમાં મકાનમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી

લોખંડની ટંકનું તાળુ તોડી રૂા.26 હજાર રોકડા અને એક વીંટીની ચોરી : રૂા.46000 ની માલમતા ચોરી ગયા : પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા તપાસ

જામનગર શહેરના મોટી હવેલી શેરીમાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ રૂમમાં પ્રવેશ કરી રૂા.16000 ની કિંમતના ચલણી સીક્કા અને રૂા.10 હજારની રોકડ રકમ તથા સોનાની વીટી સહિતની રૂા.46 હજારની માલમતાની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મોટી હવેલી શેરી કાજીના ચકલા વિસ્તારમાં આવેલા ધર્મેન્દ્રભાઈ મણિલાલ શાહ નામના પ્રૌઢના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને રૂમમાં રાખેલી લોખંડની ટંકનું તાળુ તોડી તેમાંથી રૂા.16000 ના સીક્કા અને રૂા.10 હજારની ચલણી નોટ તથા રૂા.15000 ની કિંમતની પાંચ ગ્રામ સોનાની વીટી તેમજ રૂા.પાંચ હજારની કિંમતની ચાંદીના સીક્કા સહિત રૂા.46000 ની માલમતા ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ કરાતા પીએસઆઈ વી આર ગામેતી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular