ધ્રોલ ગામમાં એસ ટી ડેપો રોડ પર આવેલી મોબાઇલની દુકાનમાંથી અજાણ્યા તસ્કરે દરવાજાનો લોક ખોલી ટેબલમાં રાખેલી રૂા.17000 ની રોકડ રકમ અને દસ્તાવેજોની ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં રહેતો વિસ્મિતભાઈ ત્રિભુવનભાઈ પરમાર નામના યુવાનની ધ્રોલ એસટી ડેપો રોડ પર આવેલી માવતર કૃપા મોબાઇલની દુકાનમાંથી ચાર દિવસ પૂર્વે સવારના સમયે અજાણ્યો તસ્કર દુકાનના દરવાજાનો લોક ખોલી અંદર પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલી રૂા.15000 ની રોકડ રકમ તેમજ દુકાનદારનું રૂા.2000 ની રોકડ રકમ તથા આરસી બુક તથા ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજનું પાકીટ મળી કુલ રૂા.17000 ની રોકડ રકમ અને દસ્તાવેજોની ચોરી કરી લેતા બનાવની જાણ થતા હેકો ડી.પી. વઘોરા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.