જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામની સીમમાં આવેલા પટેલ યુવાનના ખેતરમાંથી તથા અન્ય ખેતરોમાં મળી કુલ રૂપિયા 10,050 ની કિંમતનો કેબલ વાયર તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામની સીમમાં ચેકડેમ પાસે આવેલી ગોપાલભાઈ મોલીયા નામના યુવાન ખેડૂતના ખેતરમાંથી ગત તા.04 ના રોજ અજાણ્યા તસ્કરોએ રૂા.1800 ની કિંમતની પાણીની ઇલેકટ્રીક મોટરની ચોરી કરી ગયા હતાં તેમજ બાજુમાં આવેલા છગનભાઈ ડોબરીયાના ખેતરમાંથી રૂા.3750 ની કિંમતના 125 ફુટ કેબલ વાયર, વિપુલભાઈ મોરીયાના ખેતરમાંથી રૂા.1500 ની કિંમતના 50 ફુટ કેબલ વાયર તથા કલ્પેશ સાવલીયાના ખેતરમાંથી રૂા.3000 ની કિંમતનો 100 ફુટ કેબલ વાયર સહિત કુલ રૂા.10,050 ની કિંમતનો 335 ફુટ કેબલ વાયરની ચોરી કરી ગયા હતાં. આ ચોરીના બનાવ અંગેની ગોપાલભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.ડી. પાંડવ તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.