જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં આવેલા કારખાનામાંથી અજાણ્યા તસ્કરોએ કારખાનાની દિવાલ કૂદી પ્રવેશ કરી રૂા.49 હજારનો પીત્તળનો સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 મા પ્લોટ નં.3612/13 માં આવેલા દ્વારકાધીશ એકસ્ટ્રુશન નામના કારખાનામાં બુધવારે મધ્યરાત્રિથી સવારના ચાર વાગ્યાના સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ કારખાની દિવાલ કૂદી અંદર પ્રવેશ કરી ગોડાઉનમાંથી રૂા.49 હજારની કિંમતનો 126 કિલો વજનની પીત્તળની છ નંગ બ્લેડ ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગેની કારખાનેદાર ભુટાભાઈ ચાવડા દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.