Friday, December 27, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના વડત્રા ગામે માતાજીના મંદિરમાં ચોરી

ખંભાળિયાના વડત્રા ગામે માતાજીના મંદિરમાં ચોરી

અન્ય એક સ્થાનિક રહીશના મુદ્દામાલની પણ ચોરી

- Advertisement -

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામમાં આવેલા કાટેશ્વરી માતાજીના મંદિર ખાતે કોઈ હરામખોરોએ અનધિકૃત રીતે પ્રવેશ કરી, મંદિરનું તાળું તોડ્યા બાદ આ મંદિરમાં રાખવામાં આવેલા રૂપિયા 9,000 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વડત્રા ગામના રહીશ ગોવાભાઈ કરણાભાઈ ચાવડાએ ખંભાળિયા પોલીસ મથકમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે અહીંના પી.એસ.આઈ. વી.બી. પિઠીયા દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ વિસ્તારમાં અન્ય એક ચોરી થવા સબબ વડત્રાના મૂળ રહીશ પ્રજાપતિ રમણીકલાલ રામજીભાઈ સવનીયા (ઉ.વ. 52) દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ વડત્રા ગામે ઉપરોક્ત આસામીના બંધ મકાનના તાળા તોડી કોઈ તસ્કરો અહીં રાખવામાં આવેલી રૂપિયા 1,000 ની કિંમતની સાયકલ સહિત નાની-મોટી ચીજ વસ્તુઓ મળી, કુલ રૂપિયા 2,600 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાનો બનાવો બહાર આવ્યો છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 380, 454 તથા 457 મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular