Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારકાલાવડ પંથકમાં તસ્કરોનો તરખાટ, બે સ્થળોએ ચોરી

કાલાવડ પંથકમાં તસ્કરોનો તરખાટ, બે સ્થળોએ ચોરી

- Advertisement -

કાલાવડ તાલુકાના હંસસ્થળ ગામના વતની અને સુરતમાં રહેતાં યુવાનના મકાનનો દરવાજો તોડી રૂમમાં કબાટની તિજોરીમાંથી 54,000 ની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.1,11,500 ની માલમતા ચોરી કરી ગયા હતાં. કાલાવડ ગામમાં કુંભનાથપરામાં આવેલા ગોડાઉનમાંથી અજાણ્યા બે તસ્કરો રૂા.62 હજારના તમાકુંના પેકેટો ચોરી કરી ગયા હતાંં.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં તસ્કરોનો તરખાટ દિવસને દિવસે વધતો જાય છે. પોલીસના પેટ્રોલિંગની કોઇપણ અસર જોવા મળતી નથી. દરમિયાન સુરતમાં હિરા ઘસવાનું કામ કરતાં અને કાલાવડ તાલુકાના હંસસ્થળ ગામના વતની સુનિલભાઈ બચુભાઇ કારસરીયા નામના પટેલ યુવાનના બંધ મકાનમાં ગુરૂવારે સવારના 10 વાગ્યાથી બપોરના 11:30 વાગ્યાના દોઢ કલાકના અરસામાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને યુવાનના મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી ઓસરીમાં રાખેલા ગોદરેજના કબાટનો લોક તોડી નાખ્યા હતાં અને તિજોરીમાં રાખેલી રૂા.30,000 ની કિંમતની સોનાની બુટીની જોડી, સાત હજારની કિંમતના ત્રણ નંગ સોનાના દાણા, બે હજારની કિંમતની સોનાની નથ, રૂા.10 હજારની કિંમતની સોનાની વીટી, રૂા.7 હજારની કિંમતના ચાંદીના ત્રણ જોડી સાંકળા, રૂા.1500 ની કિંમતનો ચાંદીનો કંદોરો અને યુવાનના પિતાએ મગફળીના વેંચાણની રૂા.54,000 ની રોકડ રકમ મળી કુલ રૂા.1,11,500 ની માલમતા ચોરી કરી ગયા હતાં. આ બનાવમાં સુનિલભાઈની ફરિયાદના આધારે પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ત5ાસ આરંભી હતી.

કાલાવડ ગામમાં કુંભનાથપરામાં આવેલી નિકુંજભાઇ છાંટબાર નામના વેપારીના મકાનમા આવેલા ગોડાઉનમાંથી બે અજાણ્યા તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી રૂા.45,080 ની કિંમતના બાગબાન તમાકું 138 નું એક કાર્ટૂન, રૂા.12,650 ની કિંમતનું બાગબાન તમાકું 47 નંબરનું કાર્ટૂન, રૂા.3048 ની કિંમતના વિમલના 24 પેકેટ, રૂ.1550 ની કિંમતનું બાગબાન તમાકું 128 નું એક બોકસ મળી કુલ રૂા. 62,328 ની કિંમતનો તમાકુંનો સામાન ચોરી કરી ગયાના બનાવની ફરિયાદના આધારે પીઆઈ વી.એસ. પટેલ તથા સ્ટાફે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular