Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમરી જવા મજબુરના કેસમાં જુબાની નહીં આપવા યુવાનને ધમકી

મરી જવા મજબુરના કેસમાં જુબાની નહીં આપવા યુવાનને ધમકી

લાલ બંગલા પટાંગણમાં જ આરોપીની માતાએ યુવાનને ધમકાવ્યો : પોલીસે મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી

- Advertisement -

જામનગર શહેરના લાલ બંગલા વિસ્તારમાં કોર્ટ નજીક મરી જવા મજબુર કર્યાના કેસમાં પુત્ર વિરૂધ્ધ જુબાની આપવા સંદર્ભે માતાએ યુવાનને જાહેરમાં પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં ભૂતબંગલાની બાજુમાં રહેતો વેપારી અયાઝભાઈ હારુનભાઈ બુચડ નામનો યુવાન ગુરૂવારે બપોરના સમયે તેના ભાઈ સાથેનો કોર્ટ કેસ ચાલતો હોવાથી જૂના કેસ માટે મુદ્તે લાલ બંગલા સર્કલે આવેલી કોર્ટમાં મુદ્તે ગયો હતો. તે દરમિયાન લાલબંગલા પાટંગણમાં રજાક સાયચા વિરૂધ્ધ નોંધાયેલી મરી જવા મજબુર કર્યાના બનાવ અંગેનો કેસ કોર્ટમાં ચાલુ હતો. જેથી રજાકની માતા આઈશાબેન નુરમામદ સાયચા એ અયાઝને ગાળો કાઢી ‘મારા દિકરા વિરૂધ્ધ કોર્ટમાં જુબાની આપતા નહીં નહીંતર મારી નાખશું’ તેવી ધમકી આપ્યાના બનાવમાં અયાઝે આ બનાવ અંગે સીટી એ ડીવીઝનમાં જાણ કરી હતી. જેના આધારે એેએસઆઈ એચ.એમ. ચાવડા તથા સ્ટાફે અયાઝના નિવેદનના આધારે આઈશાબેન સાયચા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular