ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા કપિલભાઈ ભીખુભાઈ ઢચાણી (ઉ.વ.34) નામના ખારવા યુવાને મંગળવારે સાંજે પોતાના ઘરે પોતાના હાથે પંખામાં શર્ટ તથા દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે મૃતકના મોટાભાઈ રમેશભાઈ ભીખુભાઈ ખારવા દ્વારા મીઠાપુર પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મૃતક કપિલના પત્ની તથા બાળકો તેમનાથી અલગ જામનગર ખાતે રહેતા હોય અને એકલવાયું જીવન જીવતા કપિલભાઈને આ બાબત મનમાં લાગી આવતા તેમણે આ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.