જામનગર શહેરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતાં અને સેન્ટીંગ કામ રાખવાનો વ્યવસાય કરતા યુવાને આર્થિક તંગીથી કંટાળીને ફિનાઈલ ગટગટાવ્યા બાદ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ભીમવાસ શેરી નં.1માં રહેતાં અને સેન્ટીંગ કામ રાખવાનો વ્યવસાય કરતાં રાહૂલ દિનેશભાઇ રાઠોડ (ઉ.વ.25) નામના યુવાને આર્થિક તંગીથી કંડાળીને શુક્રવારે તેના ઘરે ફિનાઇલ ગટગટાવ્યું હતું. ત્યારબાદ તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મોત નિપજયું હતું. બનાવ અંગે મૃતકની માતા સોનીબેન દ્વારા જાણ કરાતાં પીએસઆઇ એસ.વી.સામાણી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથધરી હતી.
જામનગરના યુવાને આર્થિક તંગીથી કંટાળીને જીંદગી ટૂંકાવી
ફિનાઇલ ગટગટાવ્યા બાદ ગળેફાંસો ખાઇ આત્મહત્યા: પોલીસ દ્વારા તપાસ