લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં ખાનગી કંપનીમાં કામ આપવા બાબતે યુવાનને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ગોકુલનગરમાં રહેતા અને રીન્યુસૂર્યા ઉદય કંપનીમાં નોકરી કરતો રાહુલ સેવાળે નામનો યુવાન મંગળવારે બપોરના સમયે લાલપુર તાલુકાના ધરમપુર ગામમાંથી જતો હતો તે દરમિયાન નારણ ચના બેડીયાવદરા નામના શખ્સે રાહુલને આંતરીને તારી કંપનીમાં કામ અપાવ જેથી રાહુલ તેના ઉપરી અધિકારી સાથે વાતચીત કરવાનું કહેતા ઉશ્કેરાયેલા નારણે રાહુલને અપશબ્દો કહી માર મારી કરી હતી અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે કંપનીના સિકયોરિટી એડમીન સુબોધ લશ્કરીના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કંપનીમાં કામ અપાવવા બાબતે યુવાનને લમધાર્યો
લાલપુરના ધરમપુરમાં આંતરીને પતાવી દેવાની ધમકી આપી : એક શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ