જામનગરમાં ધુંવાવ હાઉસીંગ બોર્ડ પાસે લ્યુનાની સીટ પરત લેવા જતા શખ્સે યુવાન ઉપર ડીસમીસનો ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાની વિગત મુજબ, જામનગર શહેરના ધુંવાવ હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં ભાડે વિસ્તારમાં રહેતાં સીદીકશા ચાંદશા શાહમદાર નામનો ફકીર યુવાન તેના લ્યુનાની સીટ મહેશ અશોક ચંગેવાડિયાની આપી હતી. જે સીટ પરત લેવા જતા રવિવારે બપોરના સમયે હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં જ મહેશે ઉશ્કેરાઇને તેની પાસે રહેલી ડીસમીશ સિદીકશાના ગળામાં ઝીંકી દઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એ.કે. પટેલ અને સ્ટાફે ઈજાગ્રસ્તના પત્ની હનિફાબેનના નિવેદનના આધારે મહેશ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.