કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં રહેતા યુવાને કોઇ કારણસર ઝેરી દવા પી જતા બેશુધ્ધ થઇ જવાથી સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં રહેતા નાગજીભાઇ ગોબરભાઇ મકવાણા (ઉ.વ.39) નામના યુવાને ગત તા.1 ડિસેમ્બરના રોજ બપોરના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બેશુધ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે પ્રફુલ્લ મકવાણા દ્વારા જાણ કરાતા હે.કો. એન.કે.છૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.