વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં એક યુવકે બે યુવતીઓ સાથે એક જ લગ્નમંડપમાં લગ્ન કરશે. જેની કંકોત્રી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં બન્ને યુવતીઓના નામ લખ્યા છે. આ યુવક 9 મે ના રોજ લગ્ન કરશે જેની ચારે તરફ ચર્ચા થઇ રહી છે. દિવાસી સમાજમાં યુવક-યુવતીઓ લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યાં બાદ બંને લગ્ન કરવાનો નિર્ણય કરે છે.
કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે રહેતો પ્રકાશ ગાવિત છેલ્લા 10 વર્ષથી નયના અને કુસુમ નામની બન્ને યુવતીઓ સાથે પ્રેમસબંધ હોવાથી બન્ને તેમના ઘરે જ રહેતી હતી. બે મહિલા સાથે લાંબા સમયથી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ યુવક બંને મહિલા સાથે લગ્ન કરશે.
કપરાડા આદિવાસી સમાજના આગેવાન હરીશભાઇએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં લગ્ન કર્યા વિના જ પતિ-પત્ની તરીકે સાથે રહે છે. આદિવાસી સમાજમાં સામાન્ય રીતે યુવક યુવતીઓ લાંબો સમય સાથે રહ્યાં બાદ આર્થિક સગવડે લગ્ન કરતાં હોય છે.આવી જ રીતે આ યુવક પણ બન્ને યુવતીઓ સાથે એક જ લગ્નમંડપમાં લગ્ન કરશે. જેની ચો તરફ ચર્ચા થઇ રહી છે.