Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પ્રેમસંબંધમાં લગ્ન ન થવાથી યુવાને એસિડ ગટગટાવ્યું

જામનગરમાં પ્રેમસંબંધમાં લગ્ન ન થવાથી યુવાને એસિડ ગટગટાવ્યું

યુવાનની જ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન બન્ને પરિવારજનોને પસંદ ન હતા: યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

- Advertisement -

જામનગર શહેરના રામેશ્ર્વર નગર વિસ્તારમાં આવેલા જડેશ્ર્વર પાર્કમાં રહેતા યુવાને તેની સાથે લગ્ન કરવાની પ્રેમિકાએ ના પાડતા માઠુ લાગી આવતા તેના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્વર નગર, જડેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતો અને ખાનગી પઢેીમાં નોકરી કરતા હાર્દિક દિનેશભાઇ પેથાણી (ઉ.વ.25) નામના યુવાનને તેની જ્ઞાતિની યુવતી સાથે પ્રેમસંબંધ હતા અને યુવાનને પ્રેમિકા સાથે લગ્ન કરવા હતા પરંતુ બન્નેના પરિવારજનો સહમત ન હોવાથી પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી માઠુ લાગી આવ્યું હતું. જેથી યુવાને તેના માતા-પિતા સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી બાદ મનમાં લાગી આવતા હાર્દિકે શુક્રવારે સાંજના સમયે તેના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમ્યાન બનાવની જાણ થતા હે.કો. એમ.પી.ગોરાણિયા તથા સ્ટાફે હાર્દિકના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular