Monday, January 12, 2026
Homeરાજ્યહાલારસગાઈ તૂટી જતા કલ્યાણપુરમાં પરપ્રાંતીય યુવાને જિંદગી ટૂંકાવી

સગાઈ તૂટી જતા કલ્યાણપુરમાં પરપ્રાંતીય યુવાને જિંદગી ટૂંકાવી

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લામાં રહેતા કિશન પીન્ટુભાઈ રાઠવા નામના 24 વર્ષના આદિવાસી યુવાનની અગાઉ સગાઈ નક્કી થઈ હતી. જે મુકાઈ જતા માનસિક રીતે અસ્વસ્થ રહેતા કિશનને આ બાબતે મનમાં લાગી આવતા થોડા સમય પૂર્વે તેણે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના માતા અસ્મિતાબેન પીન્ટુભાઈ રાઠવાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular