જામનગર નજીક આવેલા હાપામાં રહેતાં યુવાને તેની પત્ની સાથે નાની-નાની વાતોમાં મનમોટાવ રહેતો હતો અને તેના પિતાને અવાર-નવાર ફોન કરી મરી જવાનું જણાવતા યુવાન પુત્રએ રાત્રિના સમયે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપામાં આવેલા આલાપ બંગલોઝમાં રહેતો અનિલભાઈ શાંતિલાલ મકવાણા (ઉ.વ.30) નામના યુવાનને તેની પત્ની સાથે અવાર-નવાર નાની વાતોમાં મનમોટાવ રહેતો હતો. જેના કારણે અનિલે તેના પિતાને અવાર-નવાર ફોન પર મરી જવાનું જણાવ્યું હતું. દરમિયાન તા.6 ના રાત્રિના સમયે અનિલને તેની પત્ની સાથે બોલાચાલી થવાથી આ બોલાચાલીનું મનમાં લાગી આવતા સાંઢીયા પુલ પાછળ આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ પડતુ મુકી આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેના આધારે પોલીસે મૃતકના પિતા શાંતિલાલ મકવાણાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.