ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામમાં રહેતાં યુવાને દાંતના દુ:ખાવાથી કંટાળીને તેના ઘરે ઝેરી ટીકડા ખાઈ આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. દ્વારકા તાલુકાના કુરંગા ગામમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા અર્જુનસિંહ જયવંતસિંહ જાડેજાએ એકાદ વર્ષ પહેલા દાઢ પડાવી હતા. જેના કારણે તેમને અસહ્ય દુખાવો રહેતો હતો. આ દુખાવાથી કંટાળીને તેમણે ગત તારીખ 30મી ના રોજ ઝેરી દવાના ટીકડા ગળી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના ભાઈ રાજેન્દ્રસિંહ જયવંતસિંહ જાડેજાએ અહીંની પોલીસને કરી છે.
બીજો બનાવ, દ્વારકા તાલુકાના કુરંગા ગામે રહેતા અનિલભા આશાભા માણેક નામના 26 વર્ષના યુવાનને શ્વાસની બીમારી હોય, જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના ભાઈ માનભા આશાભા માણેકે દ્વારકા પોલીસને કરી છે.