દ્વારકા જિલના ખંભાળિયા તાલુકાના હંસ્થલ ગામના વાડી વિસ્તારમાં રહેતી અને મજૂરી કામ કરતી તરૂણીને તેના ઘરે આવવાની પિતાએ ના પાડતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના હંસ્થલ ગામના વાડી વિસ્તારમાં રહેતી અને મૂળ પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાની વિલાસબેન તખતભાઈ નાયકા નામની 17 વર્ષની તરૂણીએ તારીખ 17 મીના રોજ પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લેતા તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મૃતકને તેમના ઘરે આવવું હોય, પરંતુ તેણીના પિતાએ આવવાની ના કહેતા તે બાબતે મનમાં લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હોવાનું મૃતકના પિતા તખતભાઈ બકાભાઈ છગનભાઈ નાયકાએ અહીંની પોલીસમાં જાહેર કર્યું છે.