Saturday, December 28, 2024
Homeરાજ્યવિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ આવ્યું કોરોનાના દર્દીઓની વ્હારે, કરી આ મોટી...

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ આવ્યું કોરોનાના દર્દીઓની વ્હારે, કરી આ મોટી સહાય

- Advertisement -

ગુજરાતમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે અનેક લોકો તથા સેવાભાવી સંસ્થાઓ દ્રારા વિવિધ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. તેવામાં ગુજરાતના પ્રખ્યાત એવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્રારા કોરોનાના દર્દીઓની સહાય માટેસહાય કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્રારા ઓક્સિજન પ્લાન્ટ માટે 50લાખ રૂપિયા અપવામાં આવ્યા છે. તેમજ ગેસ્ટહાઉસના 72 રૂમ કોવીડ સેન્ટર માટે  આપવામાં આવ્યા છે.

- Advertisement -

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્રારા ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખ રૂપિયાનું અનુદાન આપ્યું છે. તો લીલાવતી ગેસ્ટહાઉસના 72 રૂમ કોવીડ કેર સેન્ટર માટે પ્રશાસનને આપ્યા છે. પ્રભાસપાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા માટે 50 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. જેના લીધે અનેક દર્દીઓને સારવાર મળી રહેશે. આ ઉપરાંત વેરાવળ તથા આસપાસના ગામડાઓના લોકોએ પણ પરેશાન નહી થવું પડે.

સોમનાથ ટ્રસ્ટ દ્રારા દરરોજ ૨૦૦થી વધુ કોરોના પોઝીટીવ હોય અને હોમ આઇસોલેશન માં હોય તેવા વ્યક્તિઓને ટીફીન મારફતે ભોજન પહોચાડવામાં આવે છે. ગઈકાલના રોજ  દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ ભંડોળમાંથી કોવિડ કેર રિલિફ ફંડમાં રૂા.21 લાખનું અનુદાન તેમજ સુદામા સેવા સેતુ સોસાયટીના ભંડોળમાંથી 11 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular