દ્વારકા જિલ્લામાં રેટા કલાવડ ગામે રસ્તાના પ્રશ્ર્ને ધારાસભ્ય વિક્રમભાઇ માડમ અને પ્રવિણ મૂછડીયા દ્વારા 1000 થી વધુ લોકોને લઇ ઉપવાસ ઉપર બેસતા આ મામલે તંત્ર દ્વારા કાર્યવાહી કરી ખેડૂતોએ રસ્તા ઉપર કરેલ દબાણ દૂર કરવા કાર્યવાહી કરાઇ હતી. તંત્રની કાર્યવાહીના પગલે પોલીસની હાજરીમાં ખેડૂત રામભાઇ અર્જનભાઇ કારાવદરા નામના ખેડૂતના માતાએ ઝેરી દવા પી લેતા મામલો ગરમાયો હતો. ખેડૂતો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસે ખેડૂતની અટકાયત કરી હતી અને મહિલાને હોસ્પિટલ ખસેડાઇ હતી.
રેટા કાલાવડમાં દબાણ દુર કરતા મહિલાએ ઝેર ગટગટાવ્યુ
ધારાસભ્ય દ્વારા ઉપવાસ બાદ તંત્રની કામગીરી : પોલીસ દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર ખેડૂતની અટકાયત


