ગાઝિયાબાદના ઈન્દિરાપુરમનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક મહિલા બારી સાફ કરવા માટે બારીની બહારની બાજુએ રેલીંગ પર લટકીને જીવના જોખમે સફાઈ કરી હતી. વાયરલ વીડિયોમાં એક મહિલા બાલ્કનીની રેલિંગ પર ઊભી રહીને બહારથી બારીનો કાચ સાફ કરતી જોવા મળે છે. આ કેસમાં સોસાયટીના આરડબ્લ્યુએ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
#India #viralvideo #news #khabargujarat
ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં જીવના જોખમે ચોથા માળે બારીની સફાઈ કરતી મહિલાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ pic.twitter.com/QGhZ1BVAhd
— Khabar Gujarat (@khabargujarat) February 23, 2022
ઈન્દિરાપુરમમાં શિપ્રા રિવેરા સોસાયટીમાં એક મહિલા થોડા દિવસો પહેલા જ ભાડુઆત તરીકે રહેવા માટે આવી છે. અને બારીનો કાંચ સાફ કરવા માટે બાલ્કનીની બહાર રેલિંગ પર ઊભી રહીને સફાઈ કરી. સોસાયટીમાં રહેતી એક મહિલાઅએ તેણીને આવું ન કરવા માટે બુમો પાડી હતી. છતાં પણ મહિલાએ જીવના જોખમે સફાઈ કરી હતી. આ ઘટના બાદ સોસાયટીમાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી છે, જેથી સોસાયટીમાં આવી બેદરકારી ફરી ન બને.