Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમહિલા પીએસઆઇને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાશે

મહિલા પીએસઆઇને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાશે

પોક્સો કેસમાં 5000ની લાંચ લેતાં પોલીસકર્મી ઝડપાયો: એસીબીની ટીમ દ્વારા મહિલા પીએસઆઇની વિધિવત ધરપકડ

- Advertisement -

જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વતી 5000ની લાંચ લેતા ઝડપાયેલા પોલીસકર્મીના રિમાન્ડ દરમ્યાન બુધવારે એસીબીની ટીમે મહિલા પીએસઆઇની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે.

મળતી વિગત મુજબ જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતાં દિવ્યરાજસિંહ ઝાલા નામના પોલીસ કર્મચારીને અંબર સિનેમા રોડ પરથી જામનગર એસીબી પી.આઇ. એ.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા શુક્રવારે રાત્રિના સમયે રૂા. 5000ની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડયો હતો. એસીબીની ટીમે મહિલા પોલીસ સ્ટેશનથી થોડે દૂર અંબર સિનેમા રોડ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું. જ્યાં ડ્રાઇવર દિવ્યરાજસિંહ ઝાલા રૂા. 5000ની ચલણી નોટો સ્વીકારવા માટે આવતાં તેને રંગેહાથ પકડી પાડયો હતો. જેને એસીબીની ટીમે દિવ્યરાજસિંહને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને પૂછપરછ દરમ્યાન તેણે મહિલા પીએસઆઇ યુ.આર.ભટ્ટ વતી નાણાં સ્વિકાર્યા હોવાનું ખુલ્યું હતું. દરમ્યાન એસીબી પીઆઇ આર.આર.સોંલકી તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જામનગરના એક આસામીની સાળીને કોઇ શખ્સ ભગાડી ગયો હોય અને આ પોક્સો એકટ અંગેના કેસમાં આગળની કાર્યવાહી નહીં કરવાનાં સંદર્ભમાં તપાસનીસ અધિકારી દ્વારા પાંચ હજારની લાંચની માગણી સંદર્ભે ફરિયાદીએ ફરિયાદ કરી હતી અને એસીબીએ શુક્રવારે રાત્રિના છટકું ગોઠવી પીએસઆઇ વતી પાંચ હજારની લાંચ સ્વીકારતા દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા (ડ્રાઇવર)ને ઝડપી લઇ રિમાન્ડ મેળવ્યા હતાં. તે દરમ્યાન એસીબીની ટીમે આજે બપોરે મહિલા પીએસઆઇ યુ.આર.ભટ્ટની ધરપકડ કરી રિવોલ્વર કબ્જે કરી હતી અને વધુ પુછપરછ હાથ ધરી હતી. મહિલા પીએસઆઇને આવતીકાલે સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular