Sunday, March 1, 2026
Homeવિડિઓખંભાળિયાનો સફેદ કબૂતર રોકી સાથે કરે છે દ્વારકા પદયાત્રા - VIDEO

ખંભાળિયાનો સફેદ કબૂતર રોકી સાથે કરે છે દ્વારકા પદયાત્રા – VIDEO

ફુલડોલ ઉત્સવ નિમિત્તે અનોખી ભક્તિ

હોળીના પાવન અવસરે યોજાતા ફુલડોલ ઉત્સવ દરમિયાન લાખો પદયાત્રીઓ દ્વારકા તરફ ભક્તિભાવથી પ્રસ્થાન કરતા હોય છે. આ ભક્તિમય માહોલમાં દર વર્ષે અનેક અનોખી ઝલક જોવા મળે છે, પરંતુ આ વખતે એક યુવાન અને તેના કબૂતર વચ્ચેનો લાગણીસભર સંબંધ સૌના ધ્યાનનું કેન્દ્ર બન્યો છે.

- Advertisement -

ખંભાળિયાના અજુડો સોઢા નામના કૃષ્ણભક્ત યુવાન છેલ્લા બે વર્ષથી સફેદ કબૂતર સાથે લઈને દ્વારકા પદયાત્રા કરે છે. રોકી નામથી ઓળખાતું આ કબૂતર અજુડોએ છેલ્લા બાર વર્ષથી પરિવારના સભ્ય સમાન ઉછેર્યું છે. નાનપણથી જ પ્રેમ અને સંભાળ મળતા રોકી આજે અજુડાનો અવિભાજ્ય સાથી બની ગયો છે.

અજુડો જ્યાં જાય ત્યાં રોકી તેની સાથે જ હોય છે. ખંભા ઉપર બેસીને તે સફર કરે છે. દૈનિક જીવનમાં પણ, બાઈક ઉપર જતા હોય ત્યારે રોકી તેની સાથે નજરે પડે છે. પદયાત્રા દરમિયાન પણ રોકી ખંભા ઉપર બિરાજમાન રહી ભક્તિ યાત્રાનો સાક્ષી બને છે.

- Advertisement -

દ્વારકા તરફ જતા માર્ગ પર ભક્તો અને સ્થાનિક લોકો માટે આ દ્રશ્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સફેદ કબૂતર સાથે કૃષ્ણભક્તિમાં લીન અજુડો સોઢાની આ અનોખી લાગણી અને સમર્પણ સૌના હૃદયને સ્પર્શે છે.
ભક્તિ માત્ર મંદિરમાં સીમિત નથી, પરંતુ જીવમાત્ર પ્રત્યેના પ્રેમમાં પણ પ્રગટ થાય છે, તેનો જીવંત ઉદાહરણ અજુડો અને તેનો પ્રિય સાથી રોકી બની રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular