હાલા લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે લોકો લગ્નને યાદગાર બનાવવા માટે બળદ ગાડામાં જાન લેવા જાય છે. તો વળી હેલી કોપ્ટરમાં પણ જાન આવે છે. ત્યારે જામનગરના ચુડાસમા પરિવારના આંગણે પણ શુભ પ્રસંગે આપણી પરંપરા અને સંસ્કૃતિનો સુભગ સમન્વય જોવા મળ્યો છે.
ભાવનગરથી વરરાજાની વેલ હેલીકોપ્ટરમાં જામનગર પહોંચી ત્યારે સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ દેખાયો હતો. જ્યારે ચુડાસમા પરિવારે આ પ્રસંગે જુની કારોનું કલેકશન રાખ્યું હતું. ત્યારે આ ઠાઠમાઠ અને જાજરમાન લગ્નમાં જૂની કારોના કલેકશનને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. ભારતની સૌથી જૂની બે કાર ફિલ્ડ માર્શલ શામ માણેકશા પાસે છે. અને બીજી પ્રમોદસિંહ જાડેજા પાસે છે. 1958 માં બનેલી રસીયન બનાવટની કારે આકર્ષણ જમાવ્યું હતું. આ કારમાં જુદી જુદી ફિલ્મોમાં પણ શુટીંગ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવી છે. ત્યારે જામનગરના લોકોને પણ આ કારના કલેકશનને જોવાનો લ્હાવો મળ્યો હતો. છત્રસિંહજી ચુડાસમાના પુત્ર કરણસિંહજીના લગ્ન પ્રસંગે જામનગરવાસીઓને આપણી સંસ્કૃતિ અને પરંપરા સાથે જાજરમાન મોભા સાથે લગ્નવિધિ યોજવાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.