Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજશાપરના વૃદ્ધ ખેડૂતની વ્યાજખોરે રકમ પડાવી જમીન પણ પચાવી

જશાપરના વૃદ્ધ ખેડૂતની વ્યાજખોરે રકમ પડાવી જમીન પણ પચાવી

પાંચ લાખના વ્યાજ સહિત સાત લાખ ચૂકવી દીધા : વધુ સાડા દશ લાખની માંગણી કરી ખેડૂતની પત્નીની જમીન નામે કરી લીધી

- Advertisement -

જામજોધપુર તાલુકાના જશાપર ગામમાં રહેતાં પટેલ યુવાને વર્ષ 2013 માં વ્યાજખોર પાસેથી પાંચ લાખ પાંચ ટકાના ઉંચા વ્યાજે લીધા બાદ આ રકમની વ્યાજ સહિત સાત લાખની ચૂકવણી કરવા છતાં વ્યાજખોરે દશ લાખની માંગણી કરી હતી. વ્યાજની ઉઘરાણી સંદર્ભે વૃધ્ધની ખેતીની જમીન પચાવી પાડયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

રાજ્યમાં વ્યાજખોરોના આતંક વિરૂધ્ધ શરૂ કરાયેલી ઝૂંબેશ અંતર્ગત જામનગરના જામજોધપુર તાલુકાના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં વધુ એક વ્યાજખોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઇ છે. જેની વિગત મુજબ જશાપર ગામમાં રહેતા અને ખેતી કરતા જમનભાઈ નાથાભાઈ સરધારા (ઉ.વ.63) નામના વૃધ્ધ ખેડૂતે 2013 માં શેઠવડાળાના વલ્લભ માવજી ડઢાણિયા નામના વ્યાજખોર પાસેથી પાંચ લાખની રકમ પાંચ ટકા ઉંચા વ્યાજે લીધી હતી ખેડૂતે આ રકમ 2016 માં વ્યાજ સહિત સાત લાખ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરે રૂા.10,50,000ની માંગણી કરી હતી અને ખેડૂત પાસે રાજીખુશીથી તેના પત્ની પાર્વતીબેનના નામે રહેલી રે.સ.નં. 328 વાળી હેકટર 2-53-94 વાળી જમીનનો દસ્તાવેજ વ્યાજખોરે પોતાના નામે કરાવી લીધો હતો તેમજ વૃધ્ધ પાસે જમીનનો કબ્જો પણ ખાલી કરાવી લીધો હતો.
વૃદ્ધ ખેડૂતે પાંચ લાખની રકમ વ્યાજ સહિત સાત લાખ ચૂકવી દીધી હોવા છતાં વધુ 10.50 લાખની માંગણી કરી જમીન પરત આપવાના રૂપિયા 32 લાખની માંગણી કરતા ખેડૂતે કંટાળીને વ્યાજખોર વિરૂધ્ધ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વાય.આર.જોશી તથા સ્ટાફે વલ્લભ ડઢાણિયા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular