Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરનગરસેવિકા દ્વારા બર્ધનચોક સિંધી માર્કેટ બંધ કરાવવાના અલ્ટીમેટમને લઇ વેપારીઓમાં રોષ -...

નગરસેવિકા દ્વારા બર્ધનચોક સિંધી માર્કેટ બંધ કરાવવાના અલ્ટીમેટમને લઇ વેપારીઓમાં રોષ – VIDEO

સિંધી કલોથ માર્કેટ એસોસિએશન દ્વારા કલેકટર તથા ધારાસભ્યને આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

જામનગરના બર્ધન ચોકમાં સિંધી માર્કેટને બંધ કરાવવા અંગે કોંગ્રેસના નગર સેવિકા દ્વારા આપેલા અલ્ટીમેટમને લઇ સિંધી કલોથ માર્કેટ એસોસિએશન દ્વારા કલેકટરને તેમજ ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી આ અંગે ન્યાય અપાવવા માંગણી કરવામાં આવી હતી.

- Advertisement -

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં ગેરકાયદેસર રેંકડી પથ્થારાને લઇ ફેસબુકના માધ્યમથી નગરસેવિકા રચનાબેન દ્વારા સિંધી માર્કેટને ધમકી આપી છે અને ફેસબુક માધ્યમથી જણાવ્યું હતું કે, પથારાવાળા 24 કલાકમાં ચાલુ નહીં કરે તો બર્ધન ચોક સિંધી માર્કેટની તમામ દુકાનોને બંધ કરાવી દેવામાં આવશે. નગરસેવિકા દ્વારા બે સમાજ વચ્ચે ધૃણા ફેલાઈ અને ઉશ્કેરણીજનક શબ્દો વીડિયો દ્વારા બોલવામાં આવ્યા છે. જેને લઇ સિંધી સમાજની લાગણી દુભાણી છે અને તેમના વેપાર પર પણ ગંભીર અસર પહોંચી છે. સિંધી કલોથ માર્કેટ એસોસિએશનના વેપારીઓ બર્ધન ચોકમાં લાખોની કિંમતની દુકાનો લઇ સરકારી નિયમ મુજબ વેરા, ઇલેકટ્રીક બિલ ભરી શોપ લાઇસન્સ લઇ વેપાર કરતા હોય છે. આમ છતાં તેના વાંકગુના વગર ગેરકાયદેસર પથ્થારાવાળાઓને ધ્યાને લઇ તેમની કાયદેસરની દુકાનો નગરસેવિકાએ અલ્ટીમેટમ આપ્યું હોય. આ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ માધવાણી, ચેરમેન તારાચંદ ઓઢરમલ, સેક્રેટરી કાંતિભાઈ આસવાણી સહિતના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular