જામનગરથી જોડિયા તરફ જવાના માર્ગ પર જાંબુડાના પાટિયા નજીક રેતી ભરેલો ટ્રક સામેથી આવતા ટ્રક સાથે અથડાવાનો બચાવ કરવા જતા પલ્ટી મારી ગયો હતો. જેના કારણે રોડ પરનો વાહનવ્યવહાર થંભી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરથી જોડિયા તરફ જતો જીજે-10-ઝેડ-6787 નંબરના રેતી ભરેલા ટ્રકના ચાલક સામેથી જોડિયા તરફ આવતા ટ્રકના ચાલકે અકસ્માત ટાળવા સાઈડ બતાવવા જતા રેતી ભરેલા ટ્રકના ચાલકે જાંબુડા ગામના પાટિયા નજીક કાબુ ગુમાવી દેતા રોડ પર પલ્ટી ખાઈ ગયો હતો. વહેલીસવારે સર્જાયેલા અકસ્માતના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને વાહનવ્યવહાર ફરીથી શરૂ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માતમાં કોઇ વ્યકિતને સદનસીબે જાનહાની કે ઈજા થઈ ન હતી.