જામનગર તાલુકાના હાપા ગામમાં માર્કેટીંગ યાર્ડ પાસે ગત રાત્રિના સમયે આવી રહેલા મગફળી ભરેલા ટ્રકચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. ટ્રક પલ્ટી જતાં મગફળીની ગુણીઓ રોડ પર વેલણછેલણ થઈ ગઈ હતી. જોકે સદનસીબે રાત્રિના સમયે અકસ્માત થતા જાનહાની ટળી હતી. ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવની જાણના આધારે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.