ભાણવડથી આશરે 10 કિલોમીટર દૂર ચાર પાટીયા પાસે ગઈકાલે મંગળવારે પસાર થઈ રહેલા જીજે.12.એઝેડ. 7576 નંબરના એક ટ્રકને પોલીસે અટકાવી ચેકિંગ કરતા તેમાંથી બાયો ડિઝલનો જથ્થો મળી આવ્યો હતો.
આ અંગે ટ્રકના ચાલક ઉપલેટા તાલુકાના મોજીરા ગામના રહીશ રામા દેવાયતભાઈ ભારાઈ નામના 37 વર્ષના રબારી યુવાનની અટકાયત કરી પૂછપરછ કરતા તેના દ્વારા કોઈપણ પ્રકારના લાયસન્સ મેળવ્યા વગર કે ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર પોતાના ટ્રકમાં જુદા જુદા બેરલ મારફતે 270 બાયોડીઝલનું વહન કરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે.
આથી પોલીસે રૂપિયા 16,200 ની કિંમતના બાયોડીઝલ તેમજ રૂ.15 લાખની કિંમતનો ટ્રક કબજે લઇ, અને ચાલક રામા દેવાયતભાઈ સામે આઈ.પી સી. કલમ 285 તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાણવડ નજીક બાયોડીઝલના જથ્થા સાથે ટ્રક ચાલક ઝડપાયો
રૂ. 15.16 લાખનો મુદ્દામાલ કબજે