Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયયુક્રેન યુધ્ધ : ભારતમાં મોંઘવારીના બોમ્બનું ટીક...ટીક...

યુક્રેન યુધ્ધ : ભારતમાં મોંઘવારીના બોમ્બનું ટીક…ટીક…

10 દિવસથી ચાલતા યુધ્ધના કારણે ક્રુડ, ખાદ્યતેલ, ગેસ અને મેટલની સપ્લાય ખોરવાઇ: સ્ટીલના ભાવમાં તોતિંગ વધારો : ખાદ્યતેલનો માત્ર એક મહિનાનો સ્ટોક રહ્યો : ઘઉંના ભાવમાં પણ જબ્બર ઉછાળો : ઇંધણના ભાવ કમ્મર તોડી નાખશે

- Advertisement -

છેલ્લા 10 દિવસથી ચાલી રહેલાં રશિયા-યુક્રેન વચ્ચેના યુધ્ધની આડઅસર હવે ભારતમાં પણ દર્શાવવા લાગી છે. વિશ્ર્વના દેશોની સાથે ભારતમાં પણ મોંઘવારીનો બોમ્બ ટીક…ટીક…કરવા લાગ્યો છે. ગમે ત્યારે વિસ્ફોટ થઇ શકે છે. બીજી તરફ પાંચ રાજયોની ચૂંટણી પૂર્ણ થતાં જ ઇંધણના ભાવ પણ ભડકે બળે તેવી પૂરી શકયતા તોળાઇ રહી છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ આ અંગે સરકાર સાથે બેઠક પણ કરી લીધી છે. માત્ર મતદાન પૂરૂં થવાની રાહ જોવાઇ રહી છે. બીજી તરફ રશિયા ખાદ્યતેલ ખાસ કરીને સન ફલાવર ઓઇલ વિશ્ર્વનું સૌથી મોટું નિકાસકાર હોય તેના ભાવમાં પણ વધારો તોળાઇ રહ્યો છે. ભારતીય કંપનીઓ પાસે માત્ર એક મહિનાનો ખાદ્યતેલનો સ્ટોક હોવાનું બહાર આવ્યું છે. તેવી જ રીતે ઘઉં તેમજ અન્ય ખાદ્ય પદાર્થો પણ મોંઘા થવા થઇ જઇ રહ્યાં છે. ભારતમાં મોંઘવારીનો દર પહેલેથી જ ઉંચો છે ત્યારે યુધ્ધને કારણે મોંઘવારીમાં જબ્બર ઉછાળો આવી શકે છે. જેને કારણે આગામી સમયમાં મધ્યમવર્ગનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઇ શકે છે. અધુરામાં પુરૂં વધતી મોંઘવારીને લઇને રિઝર્વ બેન્ક વ્યાજદરમાં પણ વધારો ઝીંકી શકે છે. આમ ભારત માથે મોંઘવારીનું સંકટ તોળાઇ રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર મોંઘવારી પર પડી રહી છે. જેના પરિણામે રાજ્યના ઘણા શહેરોમાં ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણીઓનું બેજટ ખોરવાયું છે. મધ્યમવર્ગને મોંઘવારીના મારનો સામનો કરવો પડી રહ્યો છે.

- Advertisement -

વેપારીઓનું કહેવું છે કે યુદ્ધ યુદ્ધ આયાત અને નિકાસને અસર કરી રહ્યું છે, જેના કારણે તેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 2520,કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2550થી પણ વધારે છે ત્યારે સૂર્યમુખી, મકાઈ અને પામતેલના ભાવમા પણ વધારો થયો છે. સિંગતેલમા ડબ્બાના ભાવમાં એક જ દિવસે રૂપિયા 70નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સીંગતેલ ડબ્બા નો ભાવરૂપિયા 2520 થયો છે. કપાસીયા તેલના ડબ્બાનો ભાવ 2440 હતો તે 2550 થયો છે. પામતેલમાં એક જ દિવસમાં રૂ.70નો વધારો થયો છે. પામતેલ ભાવ 2470થી 2495પર પહોંચ્યો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે કપાસિયા કરતાં પામતેલ મોંધુ થયું છે. પામતેલ માં બેફામ સટ્ટાખોરી ચાલતી હોવાથી ભાવમાં વધારો થયો છે. પહેલા દૂધનના ભાવમાં અને હવે તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સિંગતેલ અને કપાસિયા તેલની સાથે સાથે મકાઈ, પામતેલના ભાવોમાં પણ વધારો નોંધાતા લોકોનું બજેટ ખોરવાયું છે.

યુદ્ધના લીધે શિકાગોમાં અનાજની કિંમતમાં 40 ટકા ઉછાળો આવ્યો છે. યુક્રેન સંકટે રશિયા દ્વારા વૈશ્ર્વિક સ્તરે પૂરા પડાતા અનાજના પુરવઠાને સંકટમાં મૂક્યો છે. આના લીધે ઘઉંનો ભાવ 2008 પછીની ટોચની સપાટીએ પહોંચી ગયો છે. પેરિસમાં પણ ઘઉંનો લોટ અત્યંત મોંઘા ભાવે વેચાઈ રહ્યો છે. યુદ્ધના લીધે યુક્રેનના મહત્ત્વના બંદરો બંધ થતાં લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ લિંક પડી ભાંગી છે. અમેરિકાના કૃષિવિભાગના આંકડા મુજબ 2021માં વિશ્ર્વમાં ઘઉંની કુલ નિકાસમાં રશિયા અને યુક્રેનનો હિસ્સો 29 ટકા રહ્યો હોવાનો અંદાજ છે. હાલમાં ઘઉંનો વૈશ્ર્વિક ભાવ પ્રતિ બુશલ 11.34 ડોલર ચાલી રહ્યો છે. 2008 પછીનો આ સૌથી ઊંચો ભાવ છે. એક બુશલ બરોબર 25.4 કિલો થાય છે.
સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોએ હોટ રોલ્ડ કોઇલ અને ટીએમટી બારના ભાવમાં ટન દીઠ 5,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. યુક્રેનની કટોકટીને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ હોવાથી સ્થાનિક ઉત્પાદકોએ સ્ટીલના ભાવમાં વધારો કર્યો છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં સ્ટીલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને રશિયા-યુક્રેન સંઘર્ષ વધુ ઊડો બનતાં આગામી સપ્તાહોમાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. સૂત્રોએ શુક્રવારે જણાવ્યું કે, કિંમતોમાં ફેરફાર બાદ એચઆરસીની કિંમત 66,000 રૂપિયા પ્રતિ ટન પર પહોંચી ગઈ છે. એ જ રીતે ટીએમટીનો ભાવ 65,000 રૂપિયા પ્રતિ ટન આસપાસ આવી ગયો છે.

- Advertisement -

સ્ટીલ કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે થોડા અઠવાડિયા પહેલાની તુલનામાં સ્ટીલના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. જ્યારે કોકિંગ કોલની કિંમત પ્રતિ ટન 500 ડોલર સુધી પહોંચી ગઈ છે. નોંધપાત્ર રીતે, ભારત તેની 85 ટકા જરૂરિયાત કોકિંગ કોલની આયાત દ્વારા પૂરી કરે છે. કોકિંગ કોલસો કાચો માલ બનાવતો એક મુખ્ય સ્ટીલ છે. આ મોટાભાગે ઓસ્ટ્રેલિયાથી આયાત કરવામાં આવે છે અને અમુક ભાગ દક્ષેણ આફ્રિકા, કેનેડા અને અમેરિકાથી ખરીદવામાં આવે છે.

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાને કારણે છેલ્લા ચાર મહિનાથી ઈંધણના ભાવમાં વધારો થયો નથી. જો કે હવે આગામી 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. 1ળઉળા સિક્યોરિટીઝના તાજેતરના અહેવાલ મુજબ, રિટેલરોએ ખર્ચ વસૂલવા માટે માર્ચ 16 સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 રૂપિયા પ્રતિ લિટરથી વધુનો વધારો કરવાની જરૂર છે. ઓઈલ કંપનીઓના માર્જિનને જોડીને, 15.1 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ વધારો જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular