Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમુંબઇના મેયરે કહ્યું, આવી ગઇ કોરોનાની ત્રીજી લહેર

મુંબઇના મેયરે કહ્યું, આવી ગઇ કોરોનાની ત્રીજી લહેર

કોરોનાની બીજી લહેરે આખા દેશમાં જે તબાહી મચાવી તેને ધ્યાનમાં રાખીને સરકાર હવે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયારી કરી રહી છે. કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ભારે મોટો ઉછાળો આવ્યો છે જેથી રાજ્ય સરકારે વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ કરવા પડ્યા છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં સંભવિત ત્રીજી લહેરને લઈ સરકાર સતર્ક બની ગઈ છે. ઉદ્ધવ સરકાર લોકોને ચેતવણી આપી રહી છે જેથી કોરોનાના કેસમાં ઉછાળો ન આવે. આ તરફ મુંબઈના મેયરે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ હોવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની શરૂઆત પહેલા કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ ચિંતા વધી છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે લોકોને ઘરમાં જ ગણેશ ચતુર્થી ઉજવવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, ’મુંબઈના મેયર તરીકે હું તો મારૂં ઘર, મારા બાપ્પા એમ ફોલો કરવા જઈ રહી છું. હું ક્યાંય નહીં જઉં અને ન કોઈને મારા ભગવાન પાસે આવવા દઉં. કોરોનાની ત્રીજી લહેર રોકવા માટે આ ખૂબ મહત્વપૂર્ણ છે.’ મેયરે એવું પણ કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવી નથી રહી પરંતુ અહીં જ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular