Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરના કારખાનામાંથી થયેલી પીતળ ચોરીમાં તસ્કર બેલડી ઝડપાઇ

જામનગરના કારખાનામાંથી થયેલી પીતળ ચોરીમાં તસ્કર બેલડી ઝડપાઇ

સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે ચોરાઉ પીતળ સહિત રૂા.5.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : રાજકોટના બે તસ્કરોની પૂછપરછ : અન્ય ત્રણ તસ્કરોની સંડોવણી ખુલ્લી : પોલીસ દ્વારા શોધખોળ

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા કારખાનામાંથી થયેલી પીતળના છોલની ચોરીના બનાવમાં સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રાજકોટના બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી ચોરાઉ સામાન કબ્જે કરી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા કારખાનામાંથી થોડા દિવસો અગાઉ પીતળનો સામાન અને છોલની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. દરમિયાન હેકો યશપાલસિંહ જાડેજા, પો.કો. યુવરાજસિંહ જાડેજા, હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી એ પરમાર, હેકો ફૈઝલ ચાવડા, જાવેદભાઈ વજગોળ, નારણ સદાદિયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી અને ખોડિયારનગરથી કનસુમરા પાટીયા તરફના કાચા રોડ પરથી પસાર થતી બાતમી મુજબની કાર અને બાઈકને આંતરી લીધા હતાં.

પોલીસે જીજે-03-એમએચ-5980 નંબરની ઈકો કાર તથા નંબર પ્લેટ વગરની બાઈક કબ્જે કરી તલાસી લેતા કારમાંથી રૂા.80 હજારની કિંમતનો 200 કિલો પીતળના તૈયાર માલના બાચકા અને રૂા.37,500 ની કિંમતના 125 કિલોગ્રામ પીતળના છોલના બાચકા મળી આવ્યા હતાં. જેના આધારે મેહુલ ઉર્ફે બટુક રાજેશ સાકરીયા (રહે. જીઆઈડીસી આજી ડેમ પાસે, રાજકોટ) અને સુનિલ ઉર્ફે આર્યો ભાવેશ શીયાળ (રહે. લોહાનગર-રાજકોટ) નામના બે તસ્કરોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા પીતળની ચોરીમાં રાજકોટના જ કુલદિપ કિરીટ પરમાર, અતુલ રમેશ ચુડાસમા અને રાજુ કાના સોલંકી નામના ત્રણ તસ્કરોની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે રૂા.5,67,500 ની કિંમતનો ચોરાઉ મુદ્દામાલ અને વાહનો કબ્જે કરી અન્ય ત્રણ તસ્કરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular