Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારમોડાના મોડપીર ડાડાના મંદિરની ચોરીનો નાસતો ફરતો તસ્કર ઝડપાયો

મોડાના મોડપીર ડાડાના મંદિરની ચોરીનો નાસતો ફરતો તસ્કર ઝડપાયો

- Advertisement -

જામનગર તાલુકાના મોડા ગામની સીમમાં આવેલા મોડપીર ડાડાના મંદિરમાં થયેલી ચોરીના ગુનામાં નાસતા ફરતા તસ્કરની પેરોલ ફર્લો સ્કવોર્ડે દહેજ ગામમાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના મોડા ગામની સીમમાં મોડપીર ડાડાના મંદિરમાં થોડા સમય અગાઉ થયેલી ચોરીના ગુનામાં નાસતા ફરતા તસ્કર અંગે ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, મહિપાલ સાદીયા, રણજીતસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.જે.મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, ઘનશ્યામ ડેરવાળિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે ભરૂચ જિલ્લાના દહેજ ગામમાંથી ચોરીમાં નાસતા ફરતા રોહિત ઉર્ફે રવિ મગરસીંગ મિનાવા (રહે. મધ્યપ્રદેશ) નામના શખ્સને દબોચી લઇ પંચ એ પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular