જામનગર શહેરમાં વામ્બે આવાસ આરોગ્ય કેન્દ્રની ઓફિસના તાળા તોડી મોનીટર અને કિ-બોર્ડ સહિતનો સામાન ચોરી કરવાના બનાવમાં સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી તસ્કરને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલા વામ્બે આવાસ આરોગ્ય કેન્દ્રની ઓફિસમાં ગત તા.21 ના સાંજથી 22 ના સવાર સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરએ તાળા તોડી ઓફિસમાં પ્રવેશ કરી 6000 ની કિંમતનું મોનીટર અને રૂા.700 ની કિંમતનું કિ-બોર્ડ તથા રૂા.200 ની કિંમતનું માઉસ સહિત રૂા.6900 નો કોમ્પ્યુટરનો સામાન ચોરી કરીને નાશી ગયો હતો. ત્યારબાદ આ અંગેની ચિરાગ કોઠારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન આ ચોરીમાં સંડોવાયેલા તસ્કર અંગેની પો.કો. વિજય કારેણા, હિતેશ મકવાણા, ખીમશી ડાંગરને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી એમ.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એલ. ગાધે તથા પીએસઆઇ આર.એલ. ઓડેદરા તથા હેકો ધર્મેન્દ્રસિંહ ઝાલા, ફૈઝલભાઈ ચાવડા, પ્રવિણભાઈ ખોલા, પ્રદિપસિંહ જાડેજા, જાવેદભાઈ વજગોળ, પો.કો. હિતેશભાઈ મકવાણા, ખીમશી ડાંગર, વિજય કારેણા, હિતેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિ શર્મા સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે ઈશ્ર્વર છગન વાઘેલ નામના શખ્સને ચોરાઉ મોનીટર અને કીબોર્ડ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.