જામનગર સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાના હોદેદારોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થઇ જતાં આજ સાંજથી જ આ છ મહાનગરપાલિકાઓમાં સરકાર દ્વારા વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી છે. હવેથી વહીવટદારના શાસનનો પ્રારંભ થઇ ગયો છે અને હોદેદારોના વાહનો કબ્જે કરવામાં આવ્યા છે. ઉપરાંત હોદ્દેદારોની ઓફિસના ગેટ પરથી નેમ પ્લેટ પણ હટાવી લેવામાં આવી છે.

મહાનગરપાલિકાઓની ચૂંટણી મોડી થવાની હોવાથી રાજ્યની જામનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકામાં વહીવટદાર શાસન અમલી બની ગયું છે. તેમાં જામનગર મહાનગર પાલિકામાં વહીવટદાર તરીકે રાજ્યના ચીફ ટેક્સ કમિશનર આરતી કંવરની નિમણૂંક કરવામાં આવી છે. આરતી કંવર અગાઉ જામનગરના જીલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જેથી તેઓ જામનગર શહેરથી સારી રીતે વાકેફ હોય તે સ્વાભાવિક છે. આજથી જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતા અને વિરોધપક્ષ નેતા સહિતના પદોની સમય મર્યાદા પૂરી થતી હોય હવેથી જ્યાં સુધી મહાનગર પાલિકાની ચૂંટણી નહીં યોજાય અને નવા હોદ્દેદારોની નિમણૂંક નહીં થાય ત્યાં સુધી જામનગર મહાનગરપાલિકામાં વહીવટદારનું આરતી કંવરનું શાસન રહેશે.
View this post on Instagram
આજે સાંજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતા અને વિરોધપક્ષ નેતા સહિતના પદાધિકારીઓની ઓફિસ બહાર લગાડેલી નેમ પ્લેટ ઉતારી લેવામાં આવી છે. તેમજ આ બધા હોદ્ેદારોના વાહનો પણ કબ્જે લેવામાં આવ્યા છે. આજથી મહાનગરપાલિકામાં વહીવટદાર આરતી કંવરનું શાસન શરૂ થશે. આરતી કંવરનું શાસન મહાનગરપાલિકાની ચૂંટણીઓ સંપન્ન થાય અને નવા હોદ્ેદારોની વરણી થાય ત્યાં સુધી રહેશે.


