દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સામોર ગામમાં રહેતાં યુવાનની તરૂણી પુત્રીએ તેણીના ઘરે અગમ્યકારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા અનિલભાઈ ધોરીયાની 15 વર્ષની પુત્રી દિપાલીએ ગઈકાલે મંગળવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ પરેશભાઈ અનિલભાઈ ધોરીયા દ્વારા જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.