Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરવિજજોડાણોના ફિટનેસ સર્ટિફિકેટના કામોમાં વચેટીયાઓની બોલબાલા

વિજજોડાણોના ફિટનેસ સર્ટિફિકેટના કામોમાં વચેટીયાઓની બોલબાલા

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા રાજકોટમાં વિજતંત્રની કોર્પોરેટ કચેરી સમક્ષ રજૂઆત

- Advertisement -

જામનગરના ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં 66 કેવી વિજ સબસ્ટેશનોના કામો હજૂ પૂરા થયાં નથી અને કેટલાંક ચાલી રહેલાં કામો ધીમી ગતિએ ચાલી રહ્યા હોય આ અંગે રાજકોટમાં કોર્પોરેટ કચેરી સમક્ષ રજૂઆત થઇ છે.

પીજીવીસીએલના એમડીની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે વિજતંત્રની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિજતંત્રની વિવિધ યોજનાઓ અંગે ચર્ચા વિચારણાઓ થઇ હતી. આ બેઠકમાં ભાગ લેવા પહોંચેલાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાએ એમડી સમક્ષ કેટલીક રજૂઆતો કરી હતી.

ચનિયારાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, જામનગર જિલ્લામાં જોડિયા તાલુકામાં વાવડી, માજોઠ, કાલાવડના ખંઢેરા, જોડિયાના આમરણ અને કોયલી, ધ્રોલના જાયવા અને જામનગરના ખિલોસ, રણજીતપર અને જગા ગામોના 66 કેવી સબસ્ટેશનોના કામો મંજૂર થયા છે પરંતુ શરૂ થયા નથી. આ ઉપરાંત કાલાવડ પૂર્વના ચેલાબેડી, ધૂનધોરાજી, બાવા ખાખરીયા, મોટી માટલી, નાની ભગેડી, ધ્રોલના રોજીયા અને બિજલકા તેમજ નિકાવાના રાજસ્થળી ગામોમાં નવા સબસ્ટેશન ઉભા કરવા તથા જામનગરના રામપર, કાલાવડના વિભાણિયા, પિપર, જામવાડી અને જોડિયાના બાદનપરમાં સબ સ્ટેશનના ચાલી રહેલાં કામો ઝડપથી પૂરા થાય તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં નવા મંજૂર થયેલાં વિજજોડાણો ચાલુ કરવા ફિટનેસ સર્ટિ આપવાના કામમાં વિજ એજન્ટોની પ્રથા છે તે બંધ કરવી જોઇએ. તેઓએ એમ પણ કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં રૂા.2000 લઇને આ પ્રકારના સર્ટિફિકેટ આપવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular