- Advertisement -
કલ્યાણપુર તાલુકાના જુદા જુદા ગામોમાં આજરોજ જમીનમાંથી ખૂબ મોટી સંખ્યામાં ઇયળો નીકળી આવતા આ વિસ્તારના ગ્રામજનોમાં ભારે દોડધામ સાથે હાલાકીનો માહોલ સર્જાઈ ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાબેના મેવાસા, વીરપર ગ્રામ્ય વિસ્તારમાં જમીનમાંથી ચોક્કસ પ્રકારની હજારોની સંખ્યામાં ઇયળો નીકળી આવી હતી. હાલ ચોમાસાની ઋતુમાં જમીનમાં પાણી ઉતરતા અને ગરમીનો માહોલ હોવાથી આ ઈયળો બહાર નીકળી આવી હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે આ ગામોમાં એકાએક નીકળેલી આ ઢગલાબંધ ઇયળોના કારણે ગ્રામજનો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ત્યારે રહેણાંક વિસ્તારોમાં જમીનમાંથી નીકળી આવેલી આ ઈયળોના કારણે લોકોને ખાવા-પીવા તેમજ સુવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરીએ કરવો પડી રહ્યો હતો. આ બાબત અંગે તંત્ર સ્થાનિક તંત્રને માહિતગાર કરવામાં આવતા તંત્રએ જરૂરી કાર્યવાહી કરી હતી.
- Advertisement -