સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું હતું કે, અધિકારીઓના કોઈ ગેરકાનુની નિર્ણયથી સરકારી તિજોરીને નુકશાન થાય તો તે ભરપાઈ કરવાની જવાબદારી પણ આ નિર્ણય લેનાર અધિકારીની જ રહેશે. દેશમાં બાબુશાહીથી સર્જાતા તુમાર અને ખોટા અથવા કોઈ તર્ક વગરના નિર્ણયથી સરકારી યોજનાઓથી રોજબરોજના કામકાજમાં પ્રજાના જંગી નાણાનો વેડફાટ થાય છે છતાં તેમાં ભાગ્યે જ કોઈ જવાબદાર બને છે.
સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં નિરીક્ષણ વ્યક્ત કર્યુ કે અધિકારીના કોઈ ખોટા કે ગેરકાનુની નિર્ણયથી સરકારી તિજોરીને નુકશાન થવું જોઈએ નહી. જો કે આ નિર્ણય એક અધિકારીને ખોટી રીતે ઉંચા પગાર ધોરણનો આદેશ થયો અને છેલ્લા 24 વર્ષથી તેમાં ઉચ્ચ પગાર ગેરકાનુની રીતે મેળવી રહ્યા હતા.
તે રકમ રીકવર કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમાં કોઈપણ પ્રકારની હળવાશ સર્જવા ઈન્કાર કર્યો હતો અને બે દશકાથી આ અધિકારી ખોટી રીતે ઉચ્ચ પગાર ધોરણ મેળવતા હતા તેના પર આકરુ વલણ લીધુ હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ હિમા કોહલી અને રાજેશ બિંદલની ખંડપીઠે મંતવ્ય વ્યક્ત કર્યુ કે આ કોઈ અજાણતા કે ઈરાદા વગરની મળેલી ભુલ નથી પણ ખાસ રીતે નિયમ બદલીને આ તરફેણ કરવામાં આવી છે.
આ કેસમાં કમીશન ફોર સાયન્ટીફીક એન્ડ ટેકનીકલ ટર્મીનોલોજીસ્ટ રીસર્ચ આસીસ્ટન્ટ (મેડીસીન) તરીકે જોડાયેલા અધિકારી 1999માં 3500-10500ના ગ્રેડમાં રાખવામાં આવ્યા પણ 2006માં તેને 8000-13500ના ગ્રેડમાં મુકાયા અને તેની અસર નિમણુંકની તારીખથી અધિકારીને તગડું એરીયર્સ પણ અપાયું હતું પણ તેનાજ એક સાથીને આ ઉચ્ચગ્રેડ નહી અપાતા ટ્રીબ્યુનલમાં અરજી કરી હતી અને કેમ છેક સુપ્રીમ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તમામ રેકોર્ડ ચકાસ્યા બાદ એ તારણ આપ્યુ કે આ અધિકારીની ખોટી રીતે તરફેણ કરવામાં આવી હતી અને તેના અનેક વખત અન્ય વિભાગોમાં ડેપ્યુટેશન પર જવાની છુટ અપાઈ હતી. અંતે તેને 2006માં ઉચ્ચ ગ્રેડ અપાયા પછી જ આ વિભાગમાં રહ્યા હતા. આ કેસમાં ઉચ્ચ અધિકારીએ નિયુક્ત અધિકારી સાથે મેલમીલાપ કરીને ઈરાદાપૂર્વક અને ગેરકાનુની રીતે ઉચ્ચ ગ્રેડ આપ્યો હતો. એક જ કેડરમાં કોઈ એક પોષ્ટને અલગ કરી તેના માટે ખાસ નિર્ણય લઈ શકયા નહી. સુપ્રીમ કોર્ટે આ રીતે ઉચ્ચ પગાર ધોરણ મેળવનાર અધિકારી તથા તેની તરફેણ કરનાર અધિકારી પાસેથી વધારે ચુકવવાની રકમ હપ્તામાં પણ વસુલ કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અધિકારીઓનો ખોટા નિર્ણાયક સરકારી તિજોરીને નુકશાન થવું જોઈએ નહી અને તે નુકશાન જે તે અધિકારી પાસેથી વસુલ થવું જોઈએ.