Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બેડી લેન્ડગ્રેબિંગ પ્રકરણમાં સાઈચા પરિવાર દ્વારા પાડતોડ અટકાવવા સરકાર સામે કરેલ...

જામનગરના બેડી લેન્ડગ્રેબિંગ પ્રકરણમાં સાઈચા પરિવાર દ્વારા પાડતોડ અટકાવવા સરકાર સામે કરેલ દાવો રદ્દ

- Advertisement -

જામનગરના બેડીમાં આવેલી સરકારી જમીનમાં દબાણના લેન્ડગે્રબિંગના કેસમાં સરકાર પાડતોડ ન કરે તે માટે મનાઈ હુકમ માંગતો સાઈચા પરિવારનો દાવો કોર્ટ દ્વારા રદ્દ કરી સરકાર તથા અધિકારીઓને વળતર ચૂકવી આપવા પણ હુકમ કર્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, બેડીમાં આવેલ સરકારી જગ્યા લેન્ડગે્રબ કરી તેના પર મકાન બાંધવા અન્વયે બેડીમાં રહેતાં રજાક નુરમામદભાઈ સાઇચા સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા રજાકભાઈ નુરમામદભાઈ સાઈચા ગુનાના કામે હોય તેઓની પત્ની શબીરાબેન રજાકભાઈ તથા તેમના સંતાનો દ્વારા ગુજરાત રાજ્ય કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર, ડીએસપી, કમિશનર તથા ટાઉન પ્લાનિંગ સામે તેઓએ સરકારની જગ્યા ઉપર બનાવેલ મકાનમાં પાડતોડ ન કરે તે બાબતનો હુકમ માંગતો દાવો દાખલ કર્યો હતો.

આ કેસમાં બંને પક્ષની લંબાણપૂર્વકની દલીલો સાંભળી બીજા એડીશનલ સીનીયર સિવિલ જજ એમ.એચ. ખેર એ સાઈચા પરિવારનો દાવો પ્રથમ તબકકે જ રદ્દ કરી વાદીઓએ અદાલતનો કિંમતી સમય અને શકિતને વેડફેલ હોય તેમજ પ્રતિવાદી નં. 1 થી 7 નાઓ સરકાર તથા સરકારી અધિકારીઓ હોય અને તેઓના કિંમતી સમય અને નાણાંનો વ્યય કરવામાં આવ્યો હોય. પ્રતિવાદી નં.1 થી 7 ના ઓને ખાસ વળતર તરીકે દરેક પ્રતિવાદી દીઠ રૂા.2000 નો હુકમની તારી થી દિન 30 માં ચૂકવી આપવા અંગેનો શબીરાબેન રજાકભાઈ સાંઈચાને હુકમ કરેલ છે. આ કેસમાં જામનગર મહાનગરપાલિકા તરફે વિરલ રાચ્છ તથા સરકારી અધિકારીઓ તરફે સરકારી વકીલ ધર્મેન્દ્ર એ. જીવરાજાની તથા હેમેન્દ્ર મહેતા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular